Connect Gujarat
આરોગ્ય 

માઈગ્રેન કે માથાના દુખાવોથી પીડાવ છો તો આજે જ આ 5 ફ્રૂટ્સ ખાવાનું શરૂ દેજો, મળશે આરામ

માથાનો દુખાવો એ સ્વાસ્થ્ય સંબંધિત એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે સામાન્ય જીવન સમસ્યાઓથી ભરેલું બની જાય છે.

માઈગ્રેન કે માથાના દુખાવોથી પીડાવ છો તો આજે જ આ 5 ફ્રૂટ્સ ખાવાનું શરૂ દેજો, મળશે આરામ
X

માથાનો દુખાવો એ સ્વાસ્થ્ય સંબંધિત એક સામાન્ય સમસ્યા છે. જેના કારણે સામાન્ય જીવન સમસ્યાઓથી ભરેલું બની જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ડેઇલી ડાયતમાં એવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને તમે માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકશો. ઉનાળાની ઋતુમાં માથાનો દુખાવો સામાન્ય બની શકે છે. માથાના દુખાવા 150 થી વધુ પ્રકારના હોય છે. જેમાં માઈગ્રેન, સાઇનસ, કલસ્ટર, ટેન્શન મુખ્ય કારણો છે. તો જાણો ક્યાં ફૂડ લેવાથી માથાનો દુખાવો દૂર કરી શકાય છે.

પાણી કરશે તમારી મદદ

જો તમે ઉનાળાની ઋતુમાં વધુ પાણી પીવો છો તો તે તમારા માથાના દુખાવાને થતો અટકાવી શકે છે. પાણી પીવાથી હાઈડ્રેશન સારું રહે છે અને મગજ વધુ સારી રીતે કામ કરી શકે છે. જો હાઈડ્રેશન સારું ના હોય તો પણ ગંભીર માથાના દુખાવાની સમસ્યા થઇ શકે છે. 2015ના એક રિસર્ચમાં કહેવામા આવ્યું છે કે શરીરમાં પાણીની ઉનપને દૂર કરીને તમે માથાના દુખવાની સમસ્યાને દૂર કરી શકશો.

ફળ અને શાક કરશે તમારી મદદ

એવા ઘણા ફાળો અને શાકભાજી છે જે તમારા માથાના દુખવાને દૂર કરી શકશે. વિટામીન્સ, મિનરલ અને પ્રિ- ઓકસીડંટ્સથી ભરપૂર ફળો અને શાકભાજી વાસ્તવમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસથી કોષોનું રક્ષણ કરે છે અને ફ્રી રેડિકલ ડેમેજ પણ અટકાવે છે. જો તમે તમારા આહારમાં પુષ્કળ લીલા પાંદળા વાળા શાકભાજી જેવા કે પાલક નો સમાવેશ કરો છો તો તમે માથાનો દુખાવો દૂર કરી શકશો. આ સિવાય ગાજર, આદું, હળદર, લસણ પણ માથાના દુખાવામાં રાહત આપે છે. માથું દુખતું હોય તો હળદર કે આદુની ચા કે ઉકાળો બનાવીને પીવાથી માથું દુખતું મટી જાય છે. બિટરુટ કે શકકરીયા જેવા કંદ ફળો પણ તમારા સ્વાસ્થ્ય માટે સારા છે. આ સિવાય ફળોમાં તમે બ્લૂ બેરી, રાઝબેરી કે સ્ટ્રોબેરીનું નિયમિત પણે સેવન કરી શકો છો.

Next Story