/connect-gujarat/media/media_files/2025/09/20/cancer-2025-09-20-16-13-33.jpg)
સામાન્ય રીતે હાર્ટએટેક અને કેન્સર જેવી ગંભીર બીમારી 50થી વર્ષના લોકોને થતી હતી.
ત્યારે હવે યુવાનો ગંભીર બીમારીનો શિકાર થઈ રહ્યા છે. આજકાલ યુવાનોમાં કોલોન કેન્સર બીમારીનું જોખમ વધ્યું છે. તેમણે પોતાના આહારમાંથી આ વસ્તુઓને દૂર કરવી જોઈએ.
યુવાનોમાં આ બીમારી વધવાનું મુખ્ય કારણ બિનઆરોગ્યપ્રદ આહારનું સેવન છે. યુવાનોમાં વધતું સ્થૂળતાપણું, દારૂનું સેવન, સ્વાદિષ્ટ ચટાકેદાર તેલયુક્ત ખોરાક અને જંક ફૂડ આ બીમારીનું જોખમ વધારે છે. આ ગંભીર રોગથી બચવા યોગ્ય અને સ્વસ્થ આહારની આદતો અપનાવવી જોઈએ.
યુવાનો પોતાના દૈનિક આહારમાંથી લાલ માંસ, પ્રોસેસ્ડ મીટ, સોફ્ટ ડ્રિંકસ અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સયુક્ત ખોરાક, પેક્ડ નાસ્તા, બર્ગર, પીત્ઝા જેવા જંક અને પ્રોસેસ્ડ ફૂડ તેમજ આલ્કોહોલનું સેવન તુરંત બંધ કરી દેવું.
આ ઉપરાંત ફુલ-ફેટ ડેરી ઉત્પાદનો, પેકેજ્ડ ખોરાક અને ભોજનમાં ઉપરથી મીઠું લેવાની આદત છોડી દેવી. તેના સ્થાને ઘરમાં બનતો ખોરાક, લીલા શાકભાજી અને ફ્રળો તેમજ કઠોળ ખાવા જોઈએ. આલ્કોહોલના બદલે લીંબુ પાણી, એલોવેરા જયુસ જેવા ઘરેલુ ડ્રિંકસ અને ફ્રૂટ જયુસને રોજિંદા આહારમાં સ્થાન આપવું.
કોલોન કેન્સર એટલે કે કોલોરેક્ટલ કેન્સર જેમાં મોટા આંતરડા (કોલોન) માં શરૂ થાય છે. કોલોન એક લાંબી નળી છે. આ નળિ પચેલા ખોરાકને તમારા ગુદામાર્ગમાં અને તમારા શરીરની બહાર ખસેડવામાં મદદ કરે છે. અને અનેકવાર પોલિપ્સ નામના નાના, કેન્સર વિનાના ગઠ્ઠા તરીકે શરૂ થાય છે.
આ પોલિપ્સ સમય જતાં ધીમે ધીમે કેન્સરમાં ફેરવાઈ શકે છે. આમ, આ કેન્સર નાના પોલિપ્સથી શરૂ થઈ શરીરમાં ફેલાય છે. તબીબોનું કહેવું છે કે આ કેન્સર શરીરમાં પ્રસરતા 10 વર્ષનો સમય લાગતો હોય છે. અને જો તેનો આરંભમાં જ ઓળખવામાં આવે તો સારવારથી બીમારીને દૂર કરી શકાય છે.