Connect Gujarat
આરોગ્ય 

ખંજવાળે બગાડી દીધી છે સ્કીનની હાલત, આ વસ્તુઓથી મદદથી જલ્દીથી મળશે રાહત

સામાન્ય રીતે સ્કીન પણ પરસેવો અને ગંદકી જમા થવાના કારણે ખંજવાળ આવે છે. જો કે તેની પાછળ ઘણા બીજા કારણો પણ હોય છે.

ખંજવાળે બગાડી દીધી છે સ્કીનની હાલત, આ વસ્તુઓથી મદદથી જલ્દીથી મળશે રાહત
X

સામાન્ય રીતે સ્કીન પણ પરસેવો અને ગંદકી જમા થવાના કારણે ખંજવાળ આવે છે. જો કે તેની પાછળ ઘણા બીજા કારણો પણ હોય છે. હળવી ખંજવાળ તો સામાન્ય છે. પણ જો તે એટલી બધી વધી જાય કે વારંવાર ખંજવાડયા પછી પણ રાહત ના મળે અને સ્કીન પર લાલ ચકમાં થઈ જાય તો સમજવું કે તે પરેશાની ખૂબ જ વધી ગઈ છે. ઘણી વાર તમે પબ્લિક પ્લેસ માં જાવ છો ત્યારે શરમને કારણે પીડા સહન કરો છો. તો આવો ચાલો જાણીએ ક્યાં ઘરગથ્થુ ઉપચારથી રાહત મેળવી શકો છો.

આ વસ્તુઓની મદદથી ખંજવાળ દૂર થશે

ચંદન પાવડર

સામાન્ય રીતે ચંદનનો ઉપયોગ સુગંધ વધારવા માટે કરવામાં આવે છે. પરંતુ જો તમે તેનો પાવડર વાપરશો તો ખંજવાળ દૂર થઈ જશે. એક બાઉલમાં ચંદન પાવડર અને ગુલાબ જળ મિક્સ કરો અને આ પેસ્ટને ખંજવાળ વાળી જગ્યા પર લગાવો અને સુકાય ત્યાં સુધી રાહ જોવો. છેલ્લે ઠંડા પાણીથી ધોઈ લો. આવું ઘણી વખત કરવાથી ઇચ્છિત પરિણામ મળે છે.

લીમડો

લીમડામાં એંટીબેક્ટેરિયલ અને એંટીફંગલ જેવા ગુનો હોય છે. લીમડાના આયુર્વેદિક ફાયદાઓ થી આપણે સૌ વાકેફ જ છીએ. તેના પાંદળા નો ઉપયોગ સદીઓથી ખંજવાળથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. તમે લીમડાને સારી રીતે પીસીને ખંજવાળ વાળી જગ્યાએ લગાવો તેનાથી તમામ કીટાણુઓ નાશ પામે છે.

નારિયેળ તેલ

નારિયેળનું તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં એંટીબેક્ટેરિયલ અને એંટીઇન્ફ્લેમેટરી ગુણ આવેલો હોય છે. જે ત્વચાને ફાયદો કરે છે. જ્યારે પણ તમને ખંજવાળ આવે ત્યારે નારિયેળનું તેલ લગાવો તેનાથી તમને તુરંત જ આરામ મળશે.

લીંબુ અને ખાવાનો સોડા

જ્યારે તમામ પ્રયત્નો પછી પણ તમારી ખંજવાળ બંધ ના થાય તો તેના માટે એક બાઉલમાં લીંબુ નો રસ અને ખાવાનો સોડા મિક્સ કરો. હવે આ પેસ્ટને ઇન્ફેકટેડ એરિયા પર લગાવો. અને પછી થોડી વાર માટે છોડી દો. જો તમે દિવસમાં ઘણી વાર આ પ્રોસેસનું પુનરાવર્તન કરશો તો તમને ખંજવાળથી રાહત મળશે.

Next Story