જાણો લવિંગનું પાણી પીવાના ફાયદા

આપણાં ભારતીય મમ્મીઓના રસોડાઓમાં લવિંગ જરૂર હોય છે. અને લવિંગ એક ખાસ મસાલા તરીકે મહત્વ ધરાવે છે. આ લવિંગ ઘરેલુ ઉપચારમાં પણ થતો હોય છે.

New Update
લવિંગ

આપણાં ભારતીય મમ્મીઓના રસોડાઓમાં લવિંગ જરૂર હોય છે. અને લવિંગ એક ખાસ મસાલા તરીકે મહત્વ ધરાવે છે. આ લવિંગ ઘરેલુ ઉપચારમાં પણ થતો હોય છે.

 લવિંગમાં ઔષધીય ગુણ પણ હોય છે. પેટની ઘણી સમસ્યાઓ માટે તો લવિંગનું પાણી કુદરતી ઉપચાર છે.લવિંગને પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ કરીને પેટ સાફ કરવા, પેટમાં દુખાવો, કબજિયાત અને એસિડિટી રોકવા માટે લવિંગ અસરકારક માનવમાં આવે છે.

લવિંગનું પાણી બનાવવા માટે તમારે 4 - 5 લવિંગ અને 1 કપ પાણી લો અને એક કપ પાણીમાં લવિંગ ઉમેરીને ઉકાળો. 5-10 મિનિટ ઉકળ્યા બાદ તેને ગાળીને હુંફાળું હોય ત્યારે પીવો.લવિંગમાં રહેલા સંયોજનો પાચનતંત્રને સુધારવામાં મદદરૂપ થાય છે.

લવિંગનું પાણી પીવાથી અપચો, ગેસ અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. તે પાચન તંત્રમાં ગેસની રચના અટકાવે છે. 
 લવિંગનું પાણી ઉબકા અને ઉલ્ટીની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે.  તમે સવારે ખાલી પેટે લવિંગનું પાણી પી શકો છો. આ પાચનતંત્રને મજબૂત બનાવે છે. 

Latest Stories