Connect Gujarat
ટેકનોલોજી

નાસામાં પાવર ઠપ્પ થતાં ISS સાથે તૂટ્યો સંપર્ક, 90 મિનિટ સુધી સંપર્કના થયો...

નાસામાં પાવર ઠપ્પ થતાં ISS સાથે તૂટ્યો સંપર્ક, 90 મિનિટ સુધી સંપર્કના થયો...
X

નાસાના હેડક્વાર્ટરમાં પહેલી વખત એક એવી સ્થિતિ સર્જાઈ હતી જએના કારણે સ્પેસ સ્ટેશન સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો હતો. તો વાત કઈક એ રીતે બની કે, હ્યુસ્ટનમાં નાસાના હેડક્વાર્ટરમાં પાવર જતો રહ્યો હતો જોકે, અમેરિકામાં પાવર નિષ્ફળતા એ કોઈ સામાન્ય નથી. તે પણ એક એવી જગ્યા જ્યાંથી આખી દુનિયામાંથી વૈજ્ઞાનિક સંશોધન ચાલી રહ્યા છે.

જેના કારણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો નાસા સાથેનો સંપર્ક તૂટી ગયો અને આ એક- બે મિનીટની વાત નથી પરંતુ પૂરા દોઢ કલાક સુધી તેની સાથે સંપર્ક થયો ન હતો. નાસા અને સ્પેસ સ્ટેશન વચ્ચે સંપર્ક તૂટવાની ઈતિહાસમાં આ પહેલી ઘટના છે.

· ઈતિહાસમાં પ્રથમ વખત સર્જાય આવી

સ્પેસ સ્ટેશન સૌપ્રથમ 2009માં સંપૂર્ણ રીતે કાર્યરત થયું હતું. ત્યારથી આજ સુધી આ પ્રકારની સ્થિતિ કોઈવાર સર્જાઈ નથી. નાસા તેના હેડક્વાર્ટરમાં પાવર બેકઅપ ધરાવે છે. અહીં સંપૂર્ણ બેકઅપ કંટ્રોલ સિસ્ટમ છે જેથી 450 કિલોમીટર ઉપરની પરિક્રમા કરતા સ્પેસ સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓનો સંપર્ક કરી શકાય.

· 90 મિનિટ સુધી આ સંપર્ક તુટ્યો

વીજ નિષ્ફળતા અને જોડાણ તૂટી જવાની ઘટના 25 જુલાઈ 2023 બની હતી. નાસા સાથે 90 મિનિટ સુધી આ સંપર્ક તૂટી ગયો હતો. આ દરમિયાન નાસાએ રશિયન કોમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા અવકાશયાત્રીઓ ફ્રેન્ક રુબિયો, વુડી હોબર્ગ અને સ્ટીફન બોવેનનો સંપર્ક કર્યો. પરંતુ અમેરિકન કોમ્યુનિકેશન સિસ્ટમ કામ કરતી ન હતી. તેમજ બેકઅપ સપોર્ટ ઉપલબ્ધ ન હતો.

· ટેલિમેટ્રી, કમ્યુનિકેશન અને કમાન્ડ ખોરવાયું

જ્યારે પાવર ગયો, ત્યારે નાસાએ સ્પેસ સ્ટેશન સાથેની ટેલિમેટ્રી, વૉઇસ કમ્યુનિકેશન અને કમાન્ડ ગુમાવી દીધા હતા. પાવર આઉટેજનું કારણ એ હતું કે, નાસાના જોન્સન સ્પેસ સેન્ટરમાં ગ્રાઉન્ડ પાવર સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી રહી હતી. જો કે આ વિષે અંદાજ પણ ન હતો કે વીજ પુરવઠો નિષ્ફળ થશે. પાવર ગયાના માત્ર 20 મિનિટ પછી, નાસાએ સ્પેસ સ્ટેશન પર હાજર અવકાશયાત્રીઓનો રશિયન કમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા સંપર્ક કર્યો હતો.

Next Story