ફુલેલી રોટલી ખાવાના શોખીનો સાવધાન! કેન્સર જેવી ગંભીર બિમારીનું રહે છે જોખમ, જાણો શું છે સાચું કારણ....

રોટલી એ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. થાળીમાં રોટલી ના હોય તો જાણે ભોજન અધૂરું અધૂરું લાગે છે.

New Update
ફુલેલી રોટલી ખાવાના શોખીનો સાવધાન! કેન્સર જેવી ગંભીર બિમારીનું રહે છે જોખમ, જાણો શું છે સાચું કારણ....

રોટલી એ આપણા આહારનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. થાળીમાં રોટલી ના હોય તો જાણે ભોજન અધૂરું અધૂરું લાગે છે. રોટલી બનાવવાની રીત બધા જ લોકોની અલગ અલગ હોય છે. મોટા ભાગના લોકોના ઘરો ફુલેલી રોટલી જ બનતી હોય છે અને આ ફુલેલી રોટલી બનાવવા માટે ગેસની સીધી ફ્લેમનો ઉપયોગ કરવામાં આવે છે. ગેસની સીધી ફ્લેમમાં રોટલી શેકવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. જાણો કેવી રીતે થાય છે સ્વાસ્થ્યને નુકશાન....

· ગેસની સીધી જ ફ્લેમથી રોટલી શેકવાથી ગંભીર પરિણામો આવી શકે છે. ગેસ સ્ટવ એવા એર પોલ્યુસનનું ઉત્સર્જન કરે છે. જે શ્વસન અને હદયના રોગોનું જોખમ ઊભું કરે છે. WHO પણ તારણ સાથે સહમત છે. આ પ્રદૂષકો કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, જે શ્વસન અને હૃદયના રોગોનું જોખમ ઊભું કરે છે. એટલું જ નહીં તેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય છે.

· એક સંશોધન પ્રમાણે વધુ ગરમી પર રસોઈ બનાવવાથી કાર્સિનોજેન્સ ઉત્પન્ન થઈ શકે છે. જે શરીરના અંગો માટે યોગ્ય માનવામાં નથી આવતું. ઘઉના લોટમાં કુદરતી ખાંડનું ચોક્કસ સ્ટાર હોય છે. એક પ્રોટીન છે જેને જો સીધું જ ગરમ કરવામાં આવે તો તે કાર્સિનોજેનિક પેદા કરે છે અને આ માનવ ના સ્વાસ્થ્ય માટે બિલકુલ સલામત નથી.

· આથી જ જૂના જમાનામાં તવા પર બનેલી રોટલીને સુતરાઉ કાપડની મદદથી દબાવીને ચારેબાજુ ફેરવીને શેકતા હતા. આનાથી રોટલી ચારે બાજુ શેકાઈ જતી હતી અને સીધી ફ્લેમ પર રાખવાની પણ જરૂર નથી. રોટલી શેકવાની આ સૌથી સલામત રીત છે.

· કાર્સિનોજેનિક એ એક પદાર્થ અથવા વસ્તુ છે જે કેન્સરનું કારણ બની શકે છે, જીનને તે પ્રભાવિત કરીને કોશિકાને નુકસાન પહોંચાડે છે. જેથી તે કેન્સરના કોષોમાં ફેરવાય છે.

Read the Next Article

કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health