ગેસ અને એસિડિટી જેવી પરેશાનીથી રાહત મેળવવા માટે આ 4 દાળનું સેવન ઓછું કરો, નહીં તો...

તુવેરની દાળ ખાવાથી ઘણા લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા વધી જાય છે. જે ગેસનું કારણ બને છે અને પેટ ફુલેલું લાગે છે

New Update
ગેસ અને એસિડિટી જેવી પરેશાનીથી રાહત મેળવવા માટે આ 4 દાળનું સેવન ઓછું કરો, નહીં તો...

ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોરાકમાં બેદરકારીને કારણે આ દિવસોમાં ઘણા લોકો પેટની સમસ્યાથી સંધર્ષ કરવા મજબૂર કરે છે. ગેસ એસિડિટી થવાથી વ્યકતી થાકી જાય છે અને તે હંમેશા બીમાર જ રહે છે. દાળની વાત કરીએ તો તેને પ્રોટીનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ આ 4 દાળ એવી છે જેનું સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા વધી જાય છે. આવો જાણીએ આ 4 દાળ કઈ છે જેનું ઓછું સેવન જ ગેસ અને એસિડિટીથી રાહત આપશે.

ગેસનું કારણ બનનારી દાળ:-

1. તુવેર દાળ : તુવેરની દાળ ખાવાથી ઘણા લોકોને ગેસ અને એસિડિટીની સમસ્યા વધી જાય છે. જે ગેસનું કારણ બને છે અને પેટ ફુલેલું લાગે છે. આવી સ્થિતિમાં ગેસનું આ દાળનું ઓછું સેવન જ તમારા માટે સારું રહેશે. જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે.

2. ચણા દાળ : ચણાની દાળમાં કોમ્પ્લેક્ક્ષ કાર્બોહાઈડ્રેટસ અને ફાઈબર મોટી માત્રામાં હોય છે. ઘણા લોકો માટે તેનું પચાવવું મુશ્કેલ બની જાય છે. તેથી તમારે આ ચણાની દાળ ખાવાનું ટાળવું ન જોઈએ, પરંતુ તેની માત્રા મર્યાદિત રાખો.

3. મગ દાળ : ડોકટરના મતે મગની દાળ પાચન શક્તિ મતે સારી માનવામાં આવે છે. પરંતુ સારી પાચનક્રિયા માટે તેને યોગ્ય રીતે રાંધીને ખાવી જોઈએ. સારી પાચનક્રિયા માટે મગની દાળની ખિચડી તૈયાર કરીને એક ગ્લાસ લસ્સી સાથે ખાવી જોઈએ.

4. રાજમા : રાજમા ખાવાનું દરેકને પસંદ હોય છે. પરંતુ તેના સેવનથી ગેસ અને એસિડિટી જેવી સમસ્યા પણ વધી શકે છે. ક્યારેક ક્યારેક તેનું સેવન કરવું સારું છે. ઉપરાંત તેને રાંધતા પહેલા સારી રીતે પાણીમાં પલાળવા જોઈએ પછી જ તેને બાફીને ખાવા જોઈએ.  

Latest Stories