/connect-gujarat/media/post_banners/d550bf09a750239357302cc5da7b4ac59f86ba3865bc31881d61477c901a09d9.webp)
આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને લગ્ન કે પાર્ટીઓમાં ભારે ખાવાનું ગમતું નથી, પરંતુ તેની આડઅસર બીજા દિવસે દેખાવા લાગે છે, જ્યારે કબજિયાત અને પેટમાં ગેસ થવાને કારણે ઉઠવું-ઊઠવું પણ મુશ્કેલ થઈ જાય છે, તો તેવામાં ગભરાવાને બદલે આસાન ઘરેલું ઉપાય કરવા જોઈએ. આવી સ્થિતિમાં કોઈ હેલ્ધી વસ્તુની મદદથી રાહત મેળવી શકાય છે. આવો જાણીએ તેના વિશે....
ડ્રમસ્ટિક એટલે કે સરગવાનું શાક આપણા ઘરોમાં ચોક્કસપણે બનાવવામાં આવે છે, તેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ઘણા લોકો તેને સાંભરમાં પણ ખાવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે તેનો રસ તમને જિદ્દી કબજિયાતથી રાહત અપાવી શકે છે. આવો જાણીએ કે સરગવાની શીંગોનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
સરગવાની શીંગોનું જ્યૂસ પીવાના ફાયદા:-
1.કબજિયાતથી છૂટકારો
કંઈપણ આડુ-અવડુ ખાવાની ટેવ કબજિયાતને બિનજરૂરી નોતરો આપે છે. જો તમે બધા પ્રયત્નો પછી પણ કબજિયાતથી છૂટકારો મેળવી શકતા નથી, તો તમે ઘરે જ સરગવાની શીંગોનો રસ કાઢી શકો છો. તેમાં પાચન ગુણો રહેલા છે, જે પેટની ગંદકી અને ગેસને સંપૂર્ણ રીતે સાફ કરે છે.
2. ડાયાબિટીસ
ડાયાબિટીસના દર્દીઓ હંમેશા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે ચિંતિત રહે છે, આવી સ્થિતિમાં ડોક્ટરો તેમને હેલ્ધી ફૂડ ખાવાની સલાહ આપે છે. તેમના માટે સરગવાની શીંગનો રસ કોઈપણ આયુર્વેદિક દવાથી ઓછો નથી. તે ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
3. હાડકા મજબૂત બને છે
બહુ ઓછા લોકો જાણે છે કે સરગવાનો જ્યુસ પીવાથી હાડકાંને જબરદસ્ત તાકાત મળે છે. અત્યારના સમય ફાસ્ટફૂડ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આપણા હાડકાંને યોગ્ય પોષક તત્વો મળતા નથી, જેના કારણે આખું શરીર નબળું પડવા લાગે છે. સરગવાના રસમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જેના કારણે નબળાઇ અને શરીરના દુખાવાની સમસ્યા દૂર થાય છે.