તમે ફળોમાંથી બનાવેલા જ્યુસનું ખૂબ સેવન કરતા હશો, પરંતુ શું તમે ક્યારેય કરી લીવ્ઝ જ્યુસ પીધો છે? હા, એ જ મીઠો લીમડો જેનો તમે કઠોળ, શાકભાજી, સાંભાર વગેરેમાં ઘણો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કરી પત્તા કોઈપણ વાનગીનો સ્વાદ બેસ્ટ બનાવી દે છે. આ ઉપરાંત તેમાં ઘણા ઔષધીય ગુણો પણ રહેલા છે, જે સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે. કરી પત્તાનો રસ પીવાથી વજન પણ ઘટાડી શકાય છે. આવો જાણીએ કઢીના પાંદડાના રસના ફાયદા શું છે.
કરી પત્તામાં રહેલા પોષક તત્વો
આ બાબતે નિષ્ણાતોના કહેવા પ્રમાણે 100 ગ્રામ કરી પત્તામાં અંદાજે 108 કેલરી હોય છે. તેમાં ફાઈબર, પ્રોટીન, એસેશિયલ તેલ, એનર્જી, કાર્બોહાઈડ્રેટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અનેક પ્રકારના વિટામિન્સ હોવાથી તેને સ્વાસ્થ્ય માટે બેસ્ટ માનવામાં આવે છે. તેમા કેલ્શિયમ, ઝીંક, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ખનિજો તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે, જે સ્વાસ્થ્ય માટે ઘણા લાભકારી છે. તેમાં વિટામિન C, E, B1, B2, B3, B9 હોય છે. વિટામિન સી, ઇ, ઝિંક એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે.
કરી પત્તાનો રસ પીવાના ફાયદાઓ
1. જો તમારું કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો કરી પત્તાનો રસનું સેવન કરી શકાય. હાઈ કોલેસ્ટ્રોલ લેવલ હૃદય રોગનું જોખમ વધારે છે. અઠવાડિયામાં એક કે બે દિવસ કરીના પાંદડાનો રસ પીવાથી તમે કોલેસ્ટ્રોલ ઘટાડી શકો છો.
2. કરી પત્તા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ પાનનો રસ પીવાથી શરીરમાં રહેલા હાનિકારક ઝેર શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ રીતે તમે ઘણી બીમારીઓથી દૂર રહે છે.
3. તેમાં વિટામિન A પણ હોય છે, જે આંખોને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. આંખોની રોશની વધારવા માટે આ એક આવશ્યક વિટામિન છે. તે આંખના રોગ મોતિયા સામે પણ રક્ષણ આપી શકે છે.
4. જો તમારું વજન વધી રહ્યું છે અને તમે આ વધતા વજનથી પરેશાન છો તો કરી પત્તાનો રસ પીવો. કઢીના પાંદડા શરીરમાં ડિટોક્સીફાઈંગ એજન્ટ તરીકે કામ કરે છે. ડિટોક્સીફાઈંગ એ વજન ઘટાડવાનો શ્રેષ્ઠ ઉપાય છે, સાથે જ તે શરીરમાં ચરબીને જમા થવા દેતું નથી.
5. કરીના પાંદડા પણ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે. એટલે તેમાથી બનાવેલો જ્યુસ પીવાથી શરીરમાં એનિમિયા થતો નથી. તમે હિમોગ્લોબિનનું લેવલ જાળવી રાખવા માટે પણ તેનું સેવન કરવુ સારુ કહેવાય છે. જે લોકોને એનિમિયાની સમસ્યા છે, તેઓ પણ તેને ક્યારેક-ક્યારેક પી શકે છે.