Connect Gujarat
આરોગ્ય 

સવારે ભૂખ્યા પેટે ચા પીવાના છે અનેક ગેરફાયદા, જો તમે પણ પીતા હોય તો આજે જ બંધ કરી દેજો....

ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા વધી જાય છે. જેનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે.

સવારે ભૂખ્યા પેટે ચા પીવાના છે અનેક ગેરફાયદા, જો તમે પણ પીતા હોય તો આજે જ બંધ કરી દેજો....
X

લોકો પોતાના દિવસની શરૂઆત જ ચાથી કરે છે. જેથી તેમનો આખો દિવસ સારો જાય. ઘણા લોકોને સવારે ખાલી પેટ જ ચા પીવાની આદત હોય છે. પરંતુ ભૂખ્યા પેટ ચા પીવાથી સ્વાસ્થ્યને અનેક નુકશાન થઈ શકે છે. ચાલો જાણીએ સવારે ખાલી પેટ ચા પીવાથી સ્વાસ્થ્યને કેટલું નુકશાન થાય છે.

1. પેટમાં બળતરા – ખાલી પેટે ચા પીવાથી પેટમાં બળતરા થાય છે. જેના કારણે ઉલ્ટી, ઊબકા અને પેટમાં બળતરા જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

૨. એસિડિટી – ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા વધી જાય છે. જેનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. જેથી સવારે ખાલી પેટે ચા પીવાનું ટાળવું જોઈએ.

૩. ઊંઘ ના આવવી – ખાલી પેટે ચા પીવાથી અનિંદ્રાનો સામનો કરવો પડે છે. તેમાં રહેલ કેફિન તમારી ઊંઘની ગુણવત્તાને ખરાબ કરે છે. તમારા બ્લડ પ્રેશરનું સ્તર વધારે છે. જેથી તણાવની સમસ્યા વધે છે.

૪. ભૂખ ઓછી લાગવી – રોજે ખાલી પેટે ચા પીવાથી તમારી ભૂખ ઓછી થઈ જાય છે. ઘણા લોકો દિવસમાં ઘણી વાર ચા પિતા હોય છે. આ કારણે તમારો ખોરાક ઓછો થવા લાગે છે. જેના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે.

૫. ચક્કર આવવા – ચામાં કેફિન હોય છે. જેના કારણે ઘણા લોકોને ચક્કર આવે છે. જે ડિહાઈડ્રેસનનું કારણ બની શકે છે.

૬. પેટનું ફૂલવું અને ગેસની સમસ્યા – સવારે ભૂખ્યા પેટ ચા પીવાથી પેટ ફૂલી જાય છે અને ગેસની સમસ્યા પણ ઉદભવે છે. આ તમારા પાચનતંત્ર પર ખૂબ જ ગંભીર અસર કરે છે.

૭. વજનમાં વધારો – વજન વધવા પછાળનું એક કારણ આ પણ હોય શકે છે સવારે ખાલી પેટે ચા પીવાથી તમારું વજન વધી શકે છે કારણ કે તેમાં સુગર આવેલી હોય છે.

૮. અલ્સરની સમસ્યા – ખાલી પેટે ચા પીવાથી અલ્સરની સમસ્યા થાય છે. સાથે સાથે શરીરમાં પ્રોટીનની ઉણપ પણ જોવા મળે છે.

૯. બ્લડપ્રેસર વધી જવું – ચામાં કેફિનનું પ્રમાણ વધુ હોવાથી બ્લડપ્રેસર વધારવા માટે કારણભૂત છે.

૧૦. હાડકાના રોગનો ભય -- ખાલી પેટ ચા પીવાથી સ્કેલેટલ ફ્લોરોસિસ નામની બીમારી પણ થઈ શકે છે. આ રોગ હાડકાંને અંદરથી નબળા બનાવે છે. આ રોગમાં શરીરમાં આર્થરાઈટીસ જેવો દુઃખાવો થાય છે.

Next Story