ખાવા પીવામાં નથી કરતી આ એક્ટ્રેસ કંટ્રોલ, છતાં પણ કેમ રહે છે એકદમ ફિટ અને ફાઇન, જાણો રહસ્ય...

એક્ટ્રેસે પોતાના લગ્નના ઉપરાંત સ્ટાઈલ સ્ટેટમેન્ટ વિશે ખુલીને વાત કરી. અનન્યા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ને લઈને ચર્ચામાં છે.

ખાવા પીવામાં નથી કરતી આ એક્ટ્રેસ કંટ્રોલ, છતાં પણ કેમ રહે છે એકદમ ફિટ અને ફાઇન, જાણો રહસ્ય...
New Update

બોલિવુડ એક્ટ્રેસ અનન્યા પાંડે અને એક્ટર આદિત્ય રોય કપૂર ઘણા સમયથી અફેરને લઈને ચર્ચામાં છે. આ રૂમર્ડ કપલ પોતાના પ્રોફેશનલ લાઈફ વધારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અનન્યા પાંડે પોતાની ફિલ્મોથી વધારે પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અટકળોની માનીએ તો એક્ટ્રેસ આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી છે. ઘણા સમયથી બન્નેના લગ્નની ખબર પણ સામે આવી રહી છે. હવે એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને વાત કરી છે અને જણાવ્યું છે કે તે ક્યારે લગ્ન કરવાની છે. સાથે જ તેણે એવું પણ જણાવ્યું છે કે કઈ રીતે ડાયટિંગ વગર તે પોતાને ફિટ રાખે છે.

અનન્યાએ જણાવ્યો ફિટ રહેવાનો રાઝ

જ્યારે અનન્યાને તેના મેઈન્ટેઈન અને ડાયેટ વિશે પુછવામાં આવ્યું કે તે પોતાને કઈ રીતે મેઈન્ટેઈન રાખે છે તો તેમણે કહ્યું, "હું ઓછુ ખાઉ છું કારણ કે મને વર્કઆઉટ કરવાનું પસંદ નથી. જોકે ઓછુ ખાવું પણ સારૂ નથી માટે બધાએ મનભરીને ખાવું જોઈએ અને તે વર્કઆઉટ કરવું જોઈએ જે તેમને સૌથી વધારે પસંદ છે. આમ તો મને મને ખૂબ ખાવું પસંદ છે પરંતુ ડાયેટને લઈને ઓછુ ખાવું પડે છે." અનન્યાએ ઘણા સમય બાદ પોતાના લગ્નની ખબર પર ચુપ્પી તોડી છે. જોકે હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે તે ક્યારે લગ્ન કરવાની છે. એક્ટ્રેસે કહ્યું, હાલ તો તે ખૂબ જ યંગ છે. હાલ તો તેના લગ્નની ઉંમર પણ નથી. એક્ટ્રેસે જણાવ્યું, હું પોતાના કરિયર પર ફોકસ કરવા માંગુ છું. એક્ટ્રેસે પોતાના લગ્નના ઉપરાંત સ્ટાઈલ સ્ટેટમેન્ટ વિશે ખુલીને વાત કરી. અનન્યા હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસ આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે જોવા મળવાની છે. ડ્રીમ ગર્લ 2માં એક્ટ્રેસ પહેલી વખત આયુષ્માનની સાથે સ્ક્રીન શેર કરવાની છે.

#GujaratConnect #Fitness tips #HealthTips #Ananya Pandey #Body Maintain Tips
Here are a few more articles:
Read the Next Article