/connect-gujarat/media/media_files/2025/12/08/attack-2025-12-08-16-07-32.jpg)
સામાન્ય માન્યતા એવી છે કે હૃદયરોગના હુમલા (heart attacks) રક્ત વાહિનીઓમાં અવરોધોને કારણે થાય છે.
હૃદયરોગ અંગે સામાન્ય માન્યતા એવી છે કે હાર્ટ એટેકનું મુખ્ય કારણ રક્તવાહિનીઓમાં મોટા અવરોધો છે, પરંતુ ટેનેસીના કાર્ડિયોલોજિસ્ટ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. દિમિત્રી યારાનોવ જણાવે છે કે વાસ્તવિક ખતરો ‘પ્લેક’ નામના ચરબીયુક્ત થાપણો છે.
મોટાં બ્લોકેજ સામાન્ય રીતે ત્યારે જ હાનિકારક બને છે જ્યારે તે રક્તપ્રવાહનું 70થી 80 ટકા સુધી અવરોધ કરે, એટલે આવા અવરોધો સ્ટ્રેસ ટેસ્ટમાં ઝડપાઈ જાય છે.પરંતુ હાર્ટ એટેક અવારનવાર નાના અને બહારથી નિષ્ક્રિય દેખાતા પ્લેકના થાપણોથી થાય છે, જેમને સ્ટ્રેસ ટેસ્ટ ઓળખી શકતો નથી. આ નાનાં પ્લેક્સ રક્તપ્રવાહનું મોટું અવરોધ સર્જતા નથી, તેથી રિપોર્ટ ‘સામાન્ય’ આવે છે, પરંતુ અંદરથી તે અચાનક ફાટી જઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જ્યારે આ નાની તથા નાજુક પ્લેક્સ ફાટી જાય છે ત્યારે લોહી ઝડપથી ગંટી બને છે અને રક્તવાહિનીને સંપૂર્ણપણે બંધ કરી દે છે, જે સીધું હાર્ટ એટેક તરફ દોરી જાય છે. એટલે જ માત્ર સ્ટ્રેસ ટેસ્ટના આધારે હૃદયની સલામતી માનવી ભૂલ ગણાય છે, કારણ કે આ ટેસ્ટ માત્ર રક્તપ્રવાહ (ટ્રાફિક ફ્લો) બતાવે છે, પરંતુ ધમનીઓમાં છુપાયેલ જોખમી નબળાઈઓ દેખાડતો નથી. ડૉ. યારાનોવના જણાવ્યા મુજબ સીટી કોરોનરી એન્જીયોગ્રામ (CCTA) વધુ વિશ્વસનીય છે, કારણ કે તે હૃદયની ધમનીઓની 3D ઈમેજ બનાવી પ્લેકના જથ્થા અને તેમની સ્થિતિ સીધી રીતે બતાવે છે.
પરિવારિક ઇતિહાસ, ડાયાબિટીસ, સ્થૂળતા, બ્લડ પ્રેશર જેવા જોખમ ધરાવતા અથવા છાતીમાં જળન, દબાણ, થકાવટ જેવા લક્ષણો અનુભવતા લોકોને નિષ્ણાતો CCTA કરાવવાની ભલામણ કરે છે. આ ટેસ્ટમાં કલર એજન્ટ અને અદ્યતન એક્સ-રે ટેકનોલોજીની મદદથી ધમનીઓની નાની નાની તિરાડો, પ્લેકના જથ્થા અને સંભાવિત જોખમની સ્પષ્ટ તસવીર મળે છે. ડૉ. યારાનોવ યાદ અપાવે છે કે હૃદયરોગનો ખતરો બહુવાર ‘અંદરથી શાંત’ હોય છે અને યોગ્ય નિદાન વગર તેને સમજવું મુશ્કેલ છે. તેથી, સમયસર સચોટ તપાસ અને નવીન પદ્ધતિઓ અપનાવવી જ જીવન બચાવવાનો સૌથી અસરકારક રસ્તો છે.