Connect Gujarat
આરોગ્ય 

મહિલાઓએ હેલ્થની આ પાંચ બાબતો અપનાવવી જોઈએ. હંમેશા રહેશો ફિટ એન્ડ ફાઇન

ડોક્ટરના કહેવા પ્રમાણે મહિલાઓએ ખોટા તણાવથી દૂર રહેવું જોઈએ. તેના કારણે તેના શરીર અને મગજ પર અસર થતી હોય છે.

મહિલાઓએ હેલ્થની આ પાંચ બાબતો અપનાવવી જોઈએ. હંમેશા રહેશો ફિટ એન્ડ ફાઇન
X

આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ જોવા મળે છે. સાથે સાથે મહિલાઓએ પોતાના ક્ષેત્રમાં આગવી ઓળખ પણ બનાવી છે. એ વાત પણ નોંધવા જેવી છે કે મહિલાઓનું જીવન ખૂબ જ સંઘર્ષ વાળું હોય છે. આ બધુ સાચવવામાં મહિલા પોતાના પર પૂરું ધ્યાન નથી આપી શકતી અને નાની મોટી બીમારી ને નજર અંદાજ કરતી હોય છે. પણ જો દરેક મહિલા નીચે દર્શાવેલ 5 બાબતોનું ધ્યાન રાખે તો તે ફિટ રહી શકશે.

1. તણાવથી દૂર રહેવું:-

આ બાબતે ડોક્ટરના કહેવા પ્રમાણે મહિલાઓએ ખોટા તણાવથી દૂર રહેવું જોઈએ. તેના કારણે તેના શરીર અને મગજ પર અસર થતી હોય છે. ઘરમાં નાની મોટી વાત પર ચિંતા કરવી સારી નથી. વધારે પડતી ચિંતા ના કારણે વંધ્યત્વ, હતાશા, ચિંતા અને હદય રોગનું જોખમ વધવાની શક્યતા રહેલી છે. તણાવ ઓછો કરવા માટે તમે ધ્યાન અને યોગ કરી શકો છો.

2. વધારે પાણી પીવાનું રાખો:-

સ્વાસ્થ્યને સારું રાખવા માટે સૌ પ્રથમ તો શરીરને ડિહાઈડ્રેટ રાખવું જરૂરી છે. શરીરમાં લગભગ 60 % પાણીનો ભાગ હોય છે. શરીરના અંગોને પૂરતા પ્રમાણ માં કામ કરવા માટે પાણી જરૂરી છે. જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે. પરંતુ વધારે પાણી પણ શરીર માટે નુકશાન થઈ શકે છે કારણ કે તેના કારણે ઑક્સીજનની કમી થઈ શકે છે. એનાથી શરીરને આસાનીથી વિટામીન્સ અને મિનરલ્સ મળી શકે છે.

3. રાતમાં 7 થી 8 કલાક ની ઊંઘ લેવી જરૂરી:-

શરીરના યોગ્ય સ્વાસ્થ્ય માટે પૂરતી ઊંઘ જરૂરી છે. સારી રીતે અને પૂરતી ઊંઘ લેવી તે શરીરને રિલેક્સ કરે છે. નિષ્ણાંતોના માટે 7 થી 8 કલાક ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.

4. હેલ્ધી ફૂડ લેવાનું રાખો:-

શરીરને સ્વસ્થ રાખવા માટે સારું અને હેલ્ધી ભોજન જરૂરી છે. બજારમાં મળતા જંકફૂડ અને ફાસ્ટફૂડ ખાવા જોઈએ નથી તેનાથી શરીર ને ખૂબ જ નુકશાન થાય છે. એટલા માટે જ પ્રાકૃતિક અને સજીવ ખેતીના ફૂડ ખાવાનો આગ્રહ રાખો.

5. રોજ ઓછામાં ઓછું 30 થી 40 મિનિટ ચાલવાનું રાખો:-

સેહતમંદ રહેવા માટે તમારે કલાકો સુધી જીમ માં કસરત કરવાની જરૂર નથી. તમે રોજ ઓછામાં ઓછું અડધો કલાક ચાલો તો પણ તમે ફિટ એન્ડ ફાઇન રહેશો. પરંતુ જો તમારી પાસે સમય હોય તો તમે કાર્ડિયો, વેટ ટ્રેનીંગ હોમ વર્ક આઉટ પણ કરી શકો છો.

Next Story