ગુજરાત નો તુફાની ઇતિહાસ

New Update
ગુજરાત નો તુફાની ઇતિહાસ

ગુજરાતમાં વાયુ નામના વાવાઝોડા નું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે આ પહલીવાર નથી જયારે ગુજરાતમાં વાવાઝોડા ની વાત બની હોય ગુજરાત ઘણી બધી વાવાઝોડા ની તારજુ નું સાક્ષી બન્યું છે. 1975 થી 2000 ની સાલ દરમ્યાન 6 જેટલા ભયાનક વાવાઝોડા આવ્યા જેમાં 1998 ના વાવાઝોડાએ ઘણી તારાજી સર્જી હતી જેમાં 1100 થી વધુ લોકો ના મોત થયા હતા આવો જોઈએ છેલ્લા 25 વર્ષમાં ક્યારે અને કેટલા વાવાઝોડાએ ગુજરાતમાં અત્યારસુધી તારાજી સર્જી.

વર્ષ 1975 : ઉત્તર પશ્ચિમ દરિયાકાંઠે થી 15 કિલોમીટર ની આસપાસ જેની અસર જામનગર અને રાજકોટ ને સીધી રીતે થઈ હતી 170 ઈલોમીટર ની ઝડપે ફૂંકાયેલા આ વાવાઝોડા થી 80 થી વધૂ લોકોના મોત થયા હતા અને 90 કરોડ જેટલું નું નુકશાન નોંધવામાં આવ્યું હતું જ્યારે 1976 માં પણ એક વાવાઝોડાએ એજ વિસ્તારમાં 70 લોકોના જીવ લીધા હતા.

વર્ષ 1982: આ વાવાઝોડું વેરાવળમાં ત્રાટક્યું હતું જેમાં કચ્છ સહિત ના અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા જેમાં 130 કરોડ નું નુકશાન થયું હતું અને 500 થી વધુ લોકોના મોત થયા હતા.

વર્ષ 1998 : આ ચક્રવાતે ફરી સૌરાસ્ટ્ર ને ધમરોળયું હતું જે,આ પોરબંદર સને કચ્છ ના કાંઠા વિસ્તાર ને ખુબજ મોટું નુકશાન નોંધવામાં આવ્યું હતું નુકશાન ના આંકડા પર નજર નાંખીએ તો 1800 કરોડ થી વધુ અધધ .... નુકશાન થયું હતું અને 1200 જેટલા લોકો ના મોત થયા હતા તો 1800 જેટલા લોકો લાપતા થઈ ગયા હતા આ વાવાઝોડું ગુજરાત માં નુકશાન નું એક અલગજ ઇતિહાસ સર્જીને ગયું હતું.

વર્ષ 1999 : માત્ર એકજ વર્ષ ના વિરામ બાદ ફરી એક વાવાઝોડું ગુજરાત માં ત્રાટક્યું અને શિકાર બન્યું ફરીવાર સૌરાસ્ટ્ર અને કચ્છ . કચ્છ અને જામનગરમાં આ વાવાઝોડાએ ખુબજ મોટું નુકશાન કર્યું હતું જેમાં 80 કરોડનું નુકશાનને 450 કરતાં વધુ લોકોના જીવ ગયા હતા.

વર્ષ 2000 બાદ વાવાઝોડા ના નામ આપવાની પ્રથા શૂરું થઈ જેમાં પાકિસ્તાન બાજુ થી એક વાવાઝોડું ગુજરાત તરફ ધસી રહ્યું હતું જેને નિલોફર નામ અપાયું આ વાવાઝોડું સદ નશીબે દરિયા માજ સમાઈ ગયું ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડું વર્ષ 2014 માં પાકિસ્તાન થી નિકળ્યું હતું 31 ઓક્ટોબર 2014 ના રોજ ગુજરાત ના દરિયા કિનારે આ વાવાઝોડું સમાઈ ગયું હતું.

અને હવે વર્ષ 2019 માં સૌરાસ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાત ના દરિયા કાંઠા પર એક વાવાઝોડું ત્રાટકવાની આશંકા વ્યક્ત કરાઇ છે જેને વાયુ નામ આપવામાં આવ્યું છે મોસમ વિભાગ ની માનીએ તો આ વાવાઝોડું 170 કિલોમીટર ની ઝડપે ફૂકાવાની શક્યતાઓ છે જેમાં સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે હવે જોવું એ રહ્યું કે આ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશે છે કે દરિયામાં સમાઈ જશે.

Latest Stories