કેન્દ્ર સરકારે ખાદ્યતેલની સ્ટોક લિમિટ નક્કી કરતા તેલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા હતી પરંતુ ફરી એકવાર ખાદ્યતેલના ભાવમાં વઘારો નોંધાયો છે એક તરફ કેન્દ્ર સરકારે ખાદ્યતેલને લઇને સ્ટોક લિમિટ નક્કી કરતા તેલમાં ભાવ વધારો અંકુશમાં આવે તેવી આશા હતી. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યુ છે. ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે.
અનાજ,કઠોળ, તેલ, દાળ,દૂધ અને પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં ઘર ચલાવવામાં ગૃહિણીને ફાંફા મારવાનો વારો આવ્યો છે. પરંતુ દિવસ જાય તેમ ભાવ ઘટવાને બદલે વધતો જઇ રહ્યા છે. પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.મોટાભાગે ગૃહિણીઓ સિંગતેલનો વપરાશ કરતી હોય છે ત્યારે સિંગતેલમાં 60 રુપિયાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2હજાર 360 રુપિયે પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં પણ 50 રુપિયાનો વધારો નોંધાતા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 150 રુપિયા થયો છે. આ ઉપરાંત પામોલિન અને મકાઇના તેલના ભાવમાં પણ એક ડબ્બે 50 રુપિયાનો વધારો થયો છે.પામોલિન તેલનો નવો ડબ્બો 2200 રુપિયામાં મળી રહ્યો છે. કપાસિયા તેલનો નવો ડબ્બો 2300 રૂપિયામાં મળી રહ્યો છે. સોયાબીન પણ 2250 થી 2300 રુપિયાનો ડબ્બો મળી રહ્યો છે. આ બધા તેલમાં ભાવ વધારો થવાને કારણે સિંગતેલના ભાવમાં પણ વધારો થયો છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170