HTBT કપાસના બિયારણ કેન્સરનું કારણ બની શકે છે:ભારતીય કિસાન સંઘ

New Update
HTBT કપાસના બિયારણ કેન્સરનું કારણ બની શકે છે:ભારતીય કિસાન સંઘ

બિયારણ કિસાનો સુધી પહોંચાડનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવની માંગ સાથે કલેકટરને આવેદન

HTBT કપાસના બિયારણથી કેન્સર થવાની સંભાવનાઓ હોવાના દાવા સાથે ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા યુનિટે આ બિયારણને કિસાનો સુધી ફોંચાડનારાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

ભારતીય કિસાનસંઘ,ભરૂચ દ્વારા જિલ્લા કલેકટરને આપેલ આવેદનમાં જણાવ્યા મુજબ એચ.ટી.બી.ટી કપાસનું બિયારણ ઘાતક છે. સરકારે પણ આ બિયારણને મંજૂરી આપી નથી. આમ છતાં કેટલીક કંપનીઓ પાછલા બારણેથી આ બિયારણને કિસાનો સુધી પહોંચાડી રહ્યા છે. આ બિયારણથી કેન્સર થવાની સંભાવના છે.આ બિયારણમાં નિંદામણ નાશક દવા ગ્લાયફોસેટ વપરાય છે.જે કેન્સર પેદા કરનાર છે, એટલેકે ગેરકાનુની રીતે બિયારણનું વેચાણ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

આ ઉપરાંત તાજેતરમાં સરકાર દ્વારા કરાયેલ જમીનોના સર્વેમાં અનેક ભૂલો હોય તેમાં સુધારો કરવા અને અતિવૃષ્ટિના કારણે જે ગામોમાં પાણી ભરાયા છે.તેના નિકાલમાં નર્મદાની કેનલો અવરોધરૂપ હોય આવનારા દિવસોમાં કેનાલોના બાંધકામ કે મરમ્મત દરમિયાન વરસાદી પાણીના નિકાલને ધ્યાનમાં લેવામાં આવે તેવી માંગ કિસાનસંઘે ઉઠાવી છે.

Latest Stories