/connect-gujarat/media/post_banners/9c9b7006c61021948507e75a308aa2540021ce3a12d77572d5f09d4b1e70d699.webp)
ન્યુઝીલેન્ડે આયર્લેન્ડને 35 રનથી હરાવ્યું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલ માટેનો દાવો મજબૂત બન્યો છે. કિવીના હવે પાંચ મેચ બાદ સાત પોઈન્ટ છે. આ સાથે જ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પાંચ-પાંચ પોઈન્ટ છે. ઇંગ્લેન્ડે પોતાની છેલ્લી મેચ શ્રીલંકા સામે અને ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાન સામે રમવાની છે. જો ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકાને સારા માર્જિનથી હરાવશે તો ઓસ્ટ્રેલિયાને નેટ રન રેટમાં ઇંગ્લેન્ડને હરાવવું પડશે. બીજા સ્થાન માટે આ બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે. જો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને પોતપોતાની મેચ હારી જાય તો શ્રીલંકાની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા વધી જશે.
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. કેન વિલિયમસને 35 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ સાથે જ જોશુઆ લિટલે હેટ્રિક લીધી હતી. જવાબમાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 150 રન જ બનાવી શકી હતી. આયર્લેન્ડ તરફથી પોલ સ્ટર્લિંગે 37 રન બનાવ્યા હતા.