ICICI બેંકના CEO ના રાજીનામા મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો

New Update
ICICI બેંકના CEO ના રાજીનામા મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો

આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકના પૂર્વ પ્રમુખ ચંદા કોચરે આખરે રાજીનામાનું આપી દીધું છે અને તેનું કારણ સામે આવી રહ્યું છે.ચંદા કોચર 18 જુન 2018થી રજા પર હતાં. મીડીયામાં રાજીનામા પાછળનું કારણ સામે આવ્યું છે. માનવામાં આવે છે કે લોન કૌભાંડની રીપોર્ટ ચંદાની વિરૂદ્ધમાં છે એટલે આ નિર્ણય લેવાયો છે.

વીડિયોકોન- ICICI બેંક લોન વિવાદની તપાસ સુપ્રિમ કોર્ટના પૂર્વ ન્યાયધિશ બી.એન.શ્રીકૃષ્ણા કરે છે અને હજુ તપાસ ચાલુ જ છે. એક કારણ પ્રમાણે ચંદા કોચર જૂન મહિનાથી રજા પર હતા અને તેમની વિરૂદ્ધ તપાસ દરમિયાન ઘણો લાંબો સમય લાગ્યો હતો. આ પરિસ્થિતિમાં બેંકના શેર પર નેગેટીવ અસર પડી હતી અને શેરના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હતો. રાજીનામાથી ચંદા કોચર બેંકની આચારસંહિતાથી ફ્રી થયા છે અને કોઈ પણ કામ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ રાજીનામા સાથે જ ચંદાનો બેંક સાથેનો 34 વર્ષ જૂનો સંબંધ તૂટયો છે. તેમની જગ્યા પર હવે નવા સંદીપ બક્ષીને 5 વર્ષ માટે નવા સીઈઓ બનાવાયા છે. ચંદા કોચર પર આરોપ છે કે તેમણે ICICI બેંકના નિયમો નેવે મુકીને વીડિયોકોન ગ્રુપને લોન આપી હતી કારણે તેમના પતિ દીપિર કોચરની કંપનીને ફાયદો થયો હતો.

Latest Stories