ICSIની પરિક્ષામાં સુરતની વિદ્યાર્થીની દેશના ટોપ ટેન માં ઝળકી

ઇન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન 2016માં લેવાયેલી પરિક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સુરતની વિદ્યાર્થીનીએ ટોપ ટેનમાં સ્થાન મેળવતા પાંચમો ક્રમાંક મેળવ્યો હતો.
આ અંગે માહિતી આપતા આઇસીએસઆઇ સુરત ચેપ્ટરના ઇનચાર્જ ગૌતમ કરમાકરે જણાવ્યું હતું કે શહેરની મેઘના અશોકકુમાર ગોથીવાલાએ શહેરમાં પ્રથમ અને દેશમાં પાંચમો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે પ્રિયંકા નવરતનભાઇ શાહ નામની યુવતીએ શહેરમાં બીજો અને દેશમાં તેરમો ક્રમાંક હાંસલ કર્યો છે. તેમજ શહેરમાં ત્રીજા નંબરે આવનાર રિયા સંદીપ શાહે દેશમાં 24મો ક્રમાંક મેળવ્યો છે.
આઇસીએસઆઇ દ્વારા લેવામાં આવેલી પ્રોફેશનલ પ્રોગ્રામ (નવા સિલેબસ અંતર્ગત) 166 વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો હતો. તેમાંથી કુલ 5 જ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા હતા. જેમાં પ્રિયા સુનિલ ગોયેલે શહેરમાં પ્રથમ અને દેશમાં 19મો ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે શહેરમાં બીજા ક્રમાંકે લક્ષ્મી જીતેન્દ્ર કટારિયા અને ત્રીજા ક્રમાંકે પ્રિયા અમરકુમાર ભગવાની આવ્યા હતા.