Connect Gujarat
ગુજરાત

ઇફકોના વાઇસ ચેરમેન પદે અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘણીની વરણી થતા કાર્યકર્તાઓમાં હરખની હેલી

ઇફકોના વાઇસ ચેરમેન પદે અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘણીની વરણી થતા કાર્યકર્તાઓમાં હરખની હેલી
X

દેશની સર્વોચ્ચ ગણાતી સહકારી ઇફકોના વાઇસ ચેરમેન પદે અમરેલી ભાજપના નેતા દિલીપ સંઘણીની વરણી થતા અમરેલી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ અને સહકારી સંસ્થાઓના કાર્યકરોએ અમરેલીના રાજકમલ ચોકમાં દિલીપ સંઘાણીના બનરો હાથમાં લઈને ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

ગુજકોમાંસોલ, નાફેડ અને નાફસ્કોબ જેવી સહકારી સંસ્થાઓ બાદ દેશની ટોચની ગણાતી ઇફકો માં મેદાન મારીને દિલ્હી ખાતે આજે વાઇસ ચેરમેન પદે સંઘાણીની વરણીનો ઉત્સાહ અમરેલીના ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

Next Story