-
સાસણ ગીરમાં પ્રવાસીઓને આકર્ષવાનો રોડ મેપ
-
વન મંત્રી અને કૃષિ મંત્રીએ સાસણ ગીરની લીધી મુલાકાત
-
મોન્સૂન ફેસ્ટિવલ અંગે ખાસ બેઠક યોજાઈ
-
વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ
-
બોલીવુડ ફિલ્મ સ્ટાર પણ બન્યા સાસણ ગીરના મહેમાન
જૂનાગઢના સાસણ ગીરમાં વિકાસનો નવો રોડ મેપ તૈયાર કરવા માટે વન પર્યાવરણ મંત્રી અને કૃષિ મંત્રી દ્વારા સિસિદ્ધ સંસ્થાઓ સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે,તો બીજી તરફ બોલીવુડના ફિલ્મી સિતારા પણ સવાજની ભૂમિ પર મહેમાન બન્યા છે.
જૂનાગઢના સાસણ ગીરમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તેમજ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ હોટલ એસોસિએશન અગ્રણીઓ તેમજ જંગલ સફારીના તમામ ડ્રાઇવર અને ગાઈડ સાથે વિશેષ બેઠક યોજી હતી. અને સાસણ ગીર આવતા પ્રવાસીઓ અને સિંહોની સુરક્ષા માટે વિવિધ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી,ઉપરાંત આગામી દિવસોમાં મોન્સૂન ફેસ્ટિવલ અને મેંગો ફેસ્ટિવલનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે ત્યારે પ્રવાસીઓને આકર્ષવા વનવિભાગ ચોમાસાની ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલમાં વધુ સુવિધા આપી વધુમાં વધુ પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકતે આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સાસણ ગીરમાં ચોમાસાની મજા અને કુદરતી વાતાવરણને માણવાનો એક અદભુત અનુભવ પણ કાંઈક અલગ છે,તેમ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મીડિયાને જણાવ્યું હતું,આ સાથે સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા,ત્યાર બાદ વન મંત્રી અને કૃષિ મંત્રી ગીર સફારી પાર્કની મુલાકાતે પણ ગયા હતા.
એક તરફ જ્યાં રાજ્ય સરકાર દ્વારા સાસણ ગીરના વિકાસ અર્થેના પ્રયાસો આરંભવામાં આવ્યા છે,ત્યારે બીજી તરફ બોલીવુડના જાણીતા ફિલ્મસ્ટાર વામિકા ગબ્બી, આયુષ્માન ખુરાના,રકુલ પ્રીત કૌર સહિતના કલાકારોએ પણ વનમંત્રી અને કૃષિ મંત્રી સાથે સિંહ દર્શન કર્યા હતા.
