ભાવનગર જિલ્લામા આજે ૫૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા,૬૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

New Update
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 લાખ 14 હજાર નવા કેસ નોંધાયા; 3915 લોકોનાં મોત

ભાવનગર જિલ્લામા આજે રોજ ૫૩ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૦૫૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૮ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૪૦ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ખડસલીયા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૧, જાગધાર ગામ ખાતે ૧, બગદાણા ગામ ખાતે ૨, પાલીતાણા ખાતે ૩, સિહોર ખાતે ૩, હબુકવડ ગામ ખાતે ૧ તેમજ ત્રાપજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૮ અને તાલુકાઓના ૩૧ એમ કુલ ૬૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૩,૦૫૦ કેસ પૈકી હાલ ૫૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨,૪૧૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.