ગુજરાતમાં કોરોનાના 1159 નવા પોઝિટિવ કેસ નોંધાયા ,22 લોકોનાં મોત ,879 દર્દીઓ થયા સ્વસ્થ

New Update
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1075 નવા કેસ નોધાયા, 1155 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1159 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓનું કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60,285 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો છે. આજે વધુ 879 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

આજે ૧૧૫૯ નવા નોંધાયેલા કેસ પૈકી સુરત 271,અમદાવાદ 157,વડોદરા 96,રાજકોટ 86,ભાવનગર 46,જામનગર 40,ગાંધીનગર 37,ભરૂચ 35, જૂનાગઢ-સુરેન્દ્રનગર 34,દાહોદ 31,બનાસકાંઠા 28,અમરેલી 24,પંચમહાલ 23,પાટણ-વલસાડ 22,મહેસાણા 18,મહીસાગર-નર્મદા 16,ખેડા-નવસારી-સાબરકાંઠા 15,બોટાદ-છોટાઉદેપુર 13,કચ્છ-મોરબી 12,આણંદ 11,ગીરસોમનાથ 8,અરવલ્લી 3,ડાંગ-પોરબંદર 2,દ્વારકા-તાપી 1 કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં આજે વધુ 22 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત થયું છે. જેમાં સુરતમાં ૧૦ , અમદાવાદ -5, પાટણ- 2, વડોદરામાં- 2, ગાંધીનગર-૨ અને કચ્છમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી 2418 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 13793 એક્ટિવ કેસ છે, જેમાંથી 84 વેલ્ટીલેટર પર છે અને 13709 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 7,38,073 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવર રેટ 73.11 ટકા છે.

Latest Stories