હવે વાત કરીશું જેતલસરની સૃષ્ટિ હત્યા પ્રકરણમાં થયેલા અપડેટની... રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ મૃતક સૃષ્ટિના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના આપી હતી...
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલાં જેતલસર ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલાં યુવાને સૃષ્ટિ રૈયાણીની ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરી નાંખી હતી. આવારા યુવાને સૃષ્ટિના ભાઇને પણ ચાકુ હુલાવી દેતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સૃષ્ટિની હત્યા બાદ સમગ્ર રાજયમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયાં છે અને ખાસ કરીને વિરોધપક્ષને સરકારને ઘેરવા મુદ્દો મળી ગયો છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ રૈયાણી પરીવારની મુલાકાત લીધી હતી. તેમની સાથે જિલ્લા પોલીસવડા અને ભાજપના અન્ય આગેવાનો પણ જોડાયાં હતાં. તેમણે આરોપી સામે પોસ્કોની કલમનો ઉમેરો, કેસનેતાત્કાલિક ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવા તેમજ શ્રુષ્ટિના પરિવારને ખાસ વિકટીમ કંપેનસેશન હેઠળ રાહત મળવા જાહેરાત કરી હતી. આરોપીને કડક મા કડક સજા મળે તેમજ ઝડપી ન્યાય મળે તે માટે સ્પે.સરકારી વકીલની નિમણુંક કરવામાં આવશે.