-
ભરૂચમાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત
-
કોંગ્રેસમાં થયો હતો મેન્ડેટ કાર્ડ
-
2 ઉમેદવારોને અપાયો હતો મેન્ડેટ
-
સમસાદ સૈયદનું મેન્ડેટ માન્ય
-
શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાંની માંગ
ભરૂચ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના મેન્ડેટ પર કુટબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદની ડબલ ઉમેદવારીને લઈ મેન્ડેટ કાંડ બહાર આવ્યું હતું. એક મેન્ડેટ પ્રદેશ અને એક સ્થાનિક સ્તરેથી ઉમેદવારોને અપાયું હતું. જેને લઈ વિવાદ થતા બે દિવસથી શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ મીડિયાથી મોહ છુપાવતા ફરતા હતા.આજે સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ વોર્ડ નંબર 2 માં કોંગી ઉમેદવાર તરીકે સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ઉમેદવારી માન્ય રાખી હતી. જોકે સામે કુતબુદ્દીન પટેલ મીડિયાને કઈ પણ કહ્યા વગર નીકળી ગયા હતા.
સમગ્ર મેન્ડેટકાંડ અંગે કોંગી ઉમેદવાર સમસાદઅલી સૈયદે શહેર પ્રમુખ સલીમ અમદાવાદીને જવાબદાર ઠેરવી તેમના રાજીનામાંની માંગ કરી હતી. કોરા મેન્ડેટ લઈ કોંગ્રેસ શહેર પ્રમુખે મેન્ડેટ કૌભાંડ આચારૂ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સાથે જ મેન્ડેટ આપવામાં સલીમ અમદાવાદીએ કરેલા ગરબડ ગોટાળાના કારણે આજે કેટલીક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જ નહીં હોવાનો ખેદ પણ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષને નુકશાન બદલ શહેર પ્રમુખ પાસેથી જવાબ માંગવામાં આવશે તેઓ સુર પણ ઉમેદવારે વ્યક્ત કર્યો હતો.
