ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,815 નવા કેસ નોંધાયા છે અને 68 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,19,264 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,996 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,35,93,112 લોકો કોરોના મુક્ત થયા છે.
દેશમાં કુલ 207,71,62,098 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 24,43,064 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.36 ટકા છે.
