ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. દિવસો બાદ 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 8,813 નવા કેસ નોંધાયા છે અને 29 સંક્રમિતોના મોત થયા છે, જ્યારે 15,040 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ગઈકાલ કરતાં 6256 ઘટીને 1,11,252 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,27,098 પર પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં 4,36,38,844 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 208,31, 24,694 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 6,10,863 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 7.32 ટકા છે.