અંકલેશ્વરમાં પ્રારંભ કરાયો
રંગ રસિયા ગરબા મહોત્સવનો પ્રારંભ
માતોશ્રી ટ્રસ્ટ અને રોટરી ક્લબનું આયોજન
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમ્યા
અંકલેશ્વરના જીનવાલા સ્કૂલ પાછળ આવેલા મિશન કંપાઉન્ડમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ દ્વારા આયોજીત રંગ રસિયા મેગા નવરાત્રી’નો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વરના માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા સંયુક્ત રીતે જીનવાલા સ્કૂલ પાછળ આવેલું મિશન કંપાઉન્ડ,ખાતે રંગ રસિયા મેગા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ ના .પ્રથમ નોરતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન કરીને પરંપરાગત રીતે ગરબાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
આ મંગલમય પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારી પરંપરાગત રીતે ગરબાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.માતાજીની આરતી બાદ ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ. પરંપરાગત વેશભૂષામાં સજ્જ યુવક-યુવતીઓ ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યાં હતાં. પ્રથમ નોરતેથી જ ગરબા મહોત્સવમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.
આ નવરાત્રી મહોત્સવમાં ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. માતાજીની આરાધના સાથે શરૂ થયેલા આ મહોત્સવે નવરાત્રીના પ્રથમ દિવસે જ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો.આ મંગલમય પ્રસંગે માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંદીપ પટેલ અને સભ્યો તેમજ , રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નાડકર્ણી સહીતના હોદ્દેદારો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
