Connect Gujarat
Featured

IND vs ENG: ભારતે પ્રથમ વનડે જીત્યો, ઇંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું

IND vs ENG: ભારતે પ્રથમ વનડે જીત્યો, ઇંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું
X

ભારતે પ્રથમ વનડેમાં ઇંગ્લેન્ડને 66 રનથી હરાવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડ સામે 318 રનનો પડકાર હતો. પરંતુ ઇંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું હતું. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી અને 50 ઓવરમાં પાંચ વિકેટે 317 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે 42.1 ઓવરમાં 251 રન બનાવી શકી હતી. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ભારત માટે વિજયનો હીરો પ્રસિદ્ધ કૃષ્ણ હતો જેણે તેની પ્રથમ મેચમાં 54 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

318 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ઇંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ સારી હતી. ઇંગ્લેન્ડના ઓપનરોએ 14.2 ઓવરમાં 135 રન કર્યા હતા. ક્રિષ્નાએ 46 રને રમી રહેલા રોયને પેવેલિયન પરત મોકલ્યો હતો. આ પછી ઇંગ્લેન્ડની વિકેટ પડવાની શ્રેણી શરૂ થઈ.

જોની બેરસ્ટોએ 66 બોલમાં છ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 94 રન બનાવ્યા. તેમના સિવાય જેસન રોયે 46, મોઇન અલી 30, કેપ્ટન ઇઓન મોર્ગને 22 અને સેમ બિલિંગ્સે 18 રન બનાવ્યા. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર, શાર્દુલ ઠાકુરે ત્રણ, ભુવનેશ્વર કુમારે બે અને કૃણાલ પંડ્યાએ એક વિકેટ લીધી હતી.

આ પહેલા ભારતની ઇનિંગ્સમાં શિખર ધવને 98, લોકેશ રાહુલે અણનમ 62, કૃણાલ પંડ્યાએ અણનમ 58 અને કેપ્ટન વિરાટ કોહલીએ 56 રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યાની જોડીએ છઠ્ઠી વિકેટ માટે માત્ર 61 બોલમાં 112 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ બંનેની ભાગીદારીને કારણે ટીમ ઇન્ડિયા 50 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 317 રનનો મોટો લક્ષ્યાંક બનાવવામાં સફળ રહી હતી.

ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે ત્રણ અને માર્ક વુડે બે વિકેટ ઝડપી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ 26 માર્ચે પુણેમાં રમાશે.

Next Story