ઝારખંડના રાંચીમાં લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલને ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. આજે સવારથી જ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિધાનસભાનો ઘેરાવ કરવા માટે નીકળ્યા હતા. આંદોલનને જોતાં વિધાનસભાની ચારેય તરફ લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. જો કે વિદ્યાર્થીઓએ કેટલાક બેરિકેડ ઓળંગીને વિધાનસભા તરફ કૂચ કરી હતી.
વિદ્યાર્થીઓ આગળ વધતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ફરીથી તીવ્ર ઘર્ષણ થયું હતું. સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે ભીડને વિખેરવા માટે વિદ્યાર્થીઓ પર ટીયર ગેસના ગોળા છોડ્યા હતા, જેનાથી રસ્તાઓ પર નાસભાગ મચી ગઈ હતી.
