ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી T20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય મેળવી લીધી છે. હવે શ્રેણીની છેલ્લી મેચ 10 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. તે મેચ જીતીને ભારતીય ટીમ ઈંગ્લેન્ડનો સફાયો કરવા ઈચ્છશે.
મેચ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની ભારતીય ડ્રેસિંગમાં ખેલાડીઓને મળવા ગયો હતો. બીસીસીઆઈના ટ્વિટર હેન્ડલ દ્વારા કેટલાક ફોટા શેર કરવામાં આવ્યા હતા. જેમાં ધોની ભારતના ઓપનર ઈશાન કિશન અને અન્ય લોકો સાથે વાતચીત કરતા જોઈ શકાય છે. વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે પણ ટ્વિટર પર એક ખાસ તસવીર પોસ્ટ કરી છે જેમાં તે એમએસ ધોની સાથે જોવા મળી રહ્યો છે. પંત ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં ઓપનિંગ કરવા આવ્યો હતો.
Double wins. 💪
Looking forward to the next one. 🇮🇳 pic.twitter.com/incK68UC36— Rishabh Pant (@RishabhPant17) July 9, 2022
