ભારત : ચીન સાથે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાત વધારશે રાફેલ

ભારત : ચીન સાથે તણાવ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાત વધારશે રાફેલ
New Update

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવેલાં 5 રાફેલ વિમાનને ગુરૂવારના રોજ વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યાં છે. અંબાલાના એરફોર્સ સ્ટેશન ખાતે આયોજીત કાર્યક્રમમાં ભારત અને ફ્રાંસના રક્ષામંત્રી હાજર રહયાં હતાં.

ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવેલા 5 આધુનિક લડાકૂ વિમાન રાફેલને ગુરૂવારના રોજ અંબાલાના એરફોર્સ સ્ટેશનમાં વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે.આ અવસરે વાયુસેના પ્રમુખ આર.કે.એસ ભદૌરિયાએ કહ્યું કે, સુરક્ષાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા રાફેલને વાયુસેનામાં સામેલ કરવાનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેની હાજરીમાં સર્વધર્મ એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મ અનુસાર પૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે એર શો સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ ફ્રાંસથી હજારો કીલોમીટરની ઉડાન ભરીને રાફેલ વિમાન ભારત ખાતે આવી પહોંચ્યાં હતાં. 

#Defence Minister #France #Rafale Update #Rafale News #Indian Army #Rafale Induction #Hariyana #Connect Gujarat #Ambala #rajnathsingh
Here are a few more articles:
Read the Next Article