છેલ્લા 24 કલાકમાં 102 તાલુકા વરસાદથી ભીંજાયા

કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

New Update
4

કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

 જેમાં પોરબંદર 14 ઈંચ, કલ્યાણપુરમાં 10 ઈંચ, પાટણ,વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથાના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

 જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, કચ્છ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે.

Latest Stories