જબલપુરમાં ગઈકાલે રાત્રે રેલવેની માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ ઘટનાને કારણે મુખ્ય લાઇનની અવરજવરને કઈ અસર થઈ નથી. જેને લઈ હવે મુખ્ય લાઇન પર ટ્રેનની અવરજવર સામાન્ય છે. મહત્વનું છે કે, આ પહેલા ગઈકાલે સવાર ઝારખંડના બોકારો જિલ્લામાં રેલવે ક્રોસિગ પર રેલ્વે ટ્રેક અને ફાટકની વચ્ચે એક ટ્રેક્ટર ફસાઈ ગયું હતું. આ સાથે તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં પણ ટ્રેન અકસ્માત સર્જાતાં તેમાં 275 લોકોના મોત થયા હતા.
મધ્યપ્રદેશના જબલપુરમાં ગઈકાલે રાત્રે ગેસ ફેક્ટરીની અંદર રેક ખાલી કરવા જતા એલપીજીથી ભરેલી માલગાડીના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આના કારણે મુખ્ય લાઇનની અવરજવરને અસર થઈ નથી. મુખ્ય લાઇન પર ટ્રેનની અવરજવર સામાન્ય છે. આ તરફ પાટા પરથી માલગાડીના ડબ્બા ઉતરી ગયા બાદ મોટી દુર્ઘટના ટળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.