ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીયોને સહી સલામત વતન પરત લવાયા.....

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં

ઓપરેશન અજય હેઠળ ઇઝરાયલથી 212 ભારતીયોને સહી સલામત વતન પરત લવાયા.....
New Update

ભારતે ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પોતાના વતન સુરક્ષિત પહોચડવામાં માટે ઓપરેશન અજય બનાવ્યું હતું. આજે ઓપરેશન અજય હેઠળ ભારતીય નાગરિકોની પ્રથમ ફ્લાઈટ શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. પ્રથમ ફ્લાઈટમાં 212 ભારતીયોને ઈઝરાયેલથી સુરક્ષિત લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઈઝરાયેલથી પરત ફરી રહેલા ભારતીયોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે અમારી સરકાર કોઈપણ ભારતીયને ક્યારેય છોડશે નહીં. અમારી સરકાર તેમની સુરક્ષા કરવા, તેમને સુરક્ષિત ઘરે પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમની ટીમના આભારી છીએ. તેમણે વિદેશ મંત્રાલય અને એર ઈન્ડિયા ફ્લાઇટના ક્રૂનો પણ આ શક્ય બનાવવા અને લોકોને સુરક્ષિત રીતે ભારતમાં લાવવા બદલ આભાર માન્યો હતો. ઈઝરાયલથી દિલ્હી પરત ફરેલી એક નાગરિકે કહ્યું કે હું એર ઈન્ડિયા વતી તેલ અવીવમાં એરપોર્ટ મેનેજર તરીકે કામ કરતી હતી, હું છેલ્લા 10 મહિનાથી ત્યાં હતી, ત્યાંથી અમને કાઢી મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 4-5 દિવસથી અહીં સ્થિતિ તંગ છે. અમે તે પરિસ્થિતિનો સામનો કર્યો અને હવે અમે ભારતમાં છીએ. મારો પરિવાર ભારતમાં રહે છે, હું ત્યાં (તેલ અવીવ) રહેતી હતી.

#Israel #Israel Attack #Israel Update #Israel Live Update #Israel News #Operation Ajay #ઓપરેશન અજય #રાજીવ ચંદ્રશેખરે
Here are a few more articles:
Read the Next Article