બાલાસોરમાં 3 ટ્રેનના અકસ્માતમાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત, 900થી વધુ ઘાયલ, આખી રાત ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

New Update
બાલાસોરમાં 3 ટ્રેનના અકસ્માતમાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત, 900થી વધુ ઘાયલ, આખી રાત ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન

હાવડાથી ચેન્નઈ તરફ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન શુક્રવારે સાંજે એક મોટા અકસ્માતનો શિકાર બની હતી. મળતી માહિતી મુજબ આ ટ્રેન ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિલોમીટર દૂર એક માલગાડી સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન દુર્ઘટનાને 12 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ કેટલાક મૃતદેહો ટ્રેનના કોચમાં છે. હજુ પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. CRS/SE સર્કલ એએમ ચૌધરી અકસ્માતની તપાસ કરશે.

રેલ દુર્ઘટના બાદ 48 ટ્રેન રદ કરાઈ

- 38 ટ્રોનોના રૂટ ડાયવર્ટ કરાયા

- હવડા-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ

- હાવડા-બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ

- હાવડા - ચેન્નઈ મેલ રદ કરાઈ

- હાવડા - સંબલપુર એક્સપ્રેસ રદ કરાઈ

- સંતરામગાછી-પુરી એક્સપ્રેસ રદ કરાઈ

રેલવેએ ક્યાં હેલ્પલાઈન નંબર જાહેર કર્યા

• હાવડા- 033 - 26382217

• ખડગપુર- 8972073925, 9332392339

• બાલાસોર- 8249591559, 7978418322

• શાલીમાર (કોલકાતા) - 9903370746

• રેલમદદ- 044-2535 4771

Latest Stories