25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' ઘોષિત કર્યો, આ દિવસે લાગૂ થઈ હતી ઈમરજન્સી

25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે જાહેર કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે 12 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. સરકારે તેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

New Update
25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ

કેન્દ્ર સરકારે 25 જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે જાહેર કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે 12 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. સરકારે તેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

શાહે લખ્યું, '25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો.' 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે કોંગ્રેસની ટીકા કરી હતી. તેમણે એક્સ (ટ્વિટર) પરની પોસ્ટમાં લખ્યું છે કે જેમણે ઈમર્જન્સી લાદી છે તેમને બંધારણ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો અધિકાર નથી. તેમણે બીજી પોસ્ટમાં કહ્યું કે જે માનસિકતાના કારણે ઈમર્જન્સી લાદવામાં આવી હતી એ આ પાર્ટીમાં હજુ પણ જીવંત છે..

Latest Stories