ગોગામેડી હત્યા કેસમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ અને અન્ય ત્રણ આરોપીઓને પોલીસે ગઈ રાત્રે ચંદીગઢથી દબોચી લીધા હતા. તેઓ ચંદીગઢ સેક્ટર 22Aમાં દારૂના અડ્ડાની ઉપરના રૂમમાં છુપાયેલા હતા. જેમાં બે હત્યાના મુખ્ય આરોપી રોહિત રાઠોડ અને નીતિન ફૌજી છે, જ્યારે ત્રીજા આરોપી વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી.દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા મેળવી છે. ત્રણેય આરોપીઓને દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં લાવવામાં આવ્યા છે. જયપુર લાવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.આ પહેલા શનિવારે જયપુર પોલીસે શૂટરોને મદદ કરી રહેલા રામવીરની ધરપકડ કરી હતી. આ શૂટર નીતિન ફૌજીનો મિત્ર છે.
5 ડિસેમ્બરના રોજ, ધોળા દિવસે બે આરોપીઓએ ગોગામેડી પર ગોળીબાર કર્યો, અને ફરાર થઈ ગયા હતા.ગોગામેડીને મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ગોગામેડી સાથે ઘટના સમયે હાજર રહેલા ગાર્ડ અજીત સિંહને ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. બદમાશોના ગોળીબારમાં નવીન શેખાવતનું પણ મોત થયું હતું. નવીન બદમાશોને ગોગામેડીના ઘરે લઈ ગયો હતો.