Connect Gujarat
દેશ

આકાશમાં સર્જાય 3 મોટી દુર્ઘટના : ભારતીય વાયુસેનાના 2 લડાકુ વિમાન થયા મધ્યપ્રદેશમાં ક્રેશ, તો રાજસ્થાનમાં ચાર્ટર્ડ પ્લેન પણ ક્રેશ..

આજે દેશમાં એકસાથે 3 જેટલી વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે આવતા હડકંપ મચી ગયો છે.

આકાશમાં સર્જાય 3 મોટી દુર્ઘટના : ભારતીય વાયુસેનાના 2 લડાકુ વિમાન થયા મધ્યપ્રદેશમાં ક્રેશ, તો રાજસ્થાનમાં ચાર્ટર્ડ પ્લેન પણ ક્રેશ..
X

આજે દેશમાં એકસાથે 3 જેટલી વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે આવતા હડકંપ મચી ગયો છે. જેમાં મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એમ 2 એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ સાથે રાજસ્થાનના ભરતપુરમાં પણ એક એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું.

મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ 2000 એમ 2 એરક્રાફ્ટ ક્રેશ થયા હતા. આ સાથે રાજસ્થાનના ભરતપુરમાં પણ એક એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. સુખોઈ-20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે ટકરાઈને ક્રેશ થતાં દુર્ઘટના સર્જાઈ છે. ટકરાયા બાદ બંને પ્લેન બે અલગ-અલગ જગ્યાઓ પર પડ્યા હતા. એક પ્લેન મધ્યપ્રદેશના મુરૈનાના પહાડગઢમાં અને બીજું રાજસ્થાનના ભરતપુરમાં તુટી પડ્યું હતું. મુરૈનામાં સુખોઈ અને ભરતપુરમાં મિરાજ તુટી પડ્યું હોવાની વાત કહેવામાં આવી રહી છે. દુર્ઘટનામાં ક્રેશ થયેલા બંને ફાઈટર જેટે ગ્વાલિયરના એરબેઝથી ઉડાન ઙરી હતી તો બીજી તરફ, રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઉચૈન વિસ્તારમાં યુપીના આગ્રાથી ઉડતું ચાર્ટર્ડ એરક્રાફ્ટ થયું હતું. જેને લઈ હાલ અરાજકતાનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, રહેણાંક વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું નથી. આ વિમાન ભારતીય વાયુસેનાનું વિમાન કહેવામાં આવી રહ્યું છે.સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ભરતપુરમાં એક ચાર્ટર્ડ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ વાયુસેનાના અધિકારીઓ અને ગ્રામજનો ત્યાં પહોંચી ગયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સુખોઈ-30માં બે પાયલટ અને મિરાજ 2000 એરક્રાફ્ટમાં એક પાયલટ હતો. મુરૈના પાસેથી બે પાયલટ મળી આવ્યા છે. જેમને ગ્વાલિયરની MH હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા પાયલટની તપાસ માટે વાયુસેનાનું એક હેલિકોપ્ટરને મોકલવામાં આવ્યું હતું.

Next Story