/connect-gujarat/media/media_files/Nt8cT7ldcOz2iJh6aXKB.jpg)
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હિમાચલની રાજધાની શિમલામાં એક મોટો અકસ્માત થયો છે.
હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) ને શિમલાના જુબ્બલના ચોરી કેંચી વિસ્તારમાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસ ચાલક સહિત ચાર લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. રોડવેઝની બસ મુસાફરોને લઈને જતી હતી.તે દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં તે પલટી ગઈ હતી. જેના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.