Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશના ભદોહીમાં દુર્ગા પંડાલમાં ભીષણ આગ ફાટી નીકળતા 5 લોકોના નિપજ્યા મોત,52 લોકો દાઝ્યા

5 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 3 બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 52 લોકો દાઝી ગયા હતા, 33ની હાલત ગંભીર છે.

ઉત્તરપ્રદેશના ભદોહીમાં દુર્ગા પંડાલમાં ભીષણ આગ ફાટી નીકળતા 5 લોકોના નિપજ્યા મોત,52 લોકો દાઝ્યા
X

ઉત્તરપ્રદેશના ભદોહીમાં રવિવારે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. અહીંના એક દુર્ગા પંડાલમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 5 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 3 બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે 52 લોકો દાઝી ગયા હતા, 33ની હાલત ગંભીર છે. તેમને વારાણસીના BHUમાં રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ઔરાઈ વિસ્તારના નરથુઆમાં બની હતી. દુર્ઘટના સમયે પંડાલમાં લગભગ 150 લોકો હાજર હતા એવું જાણવા મળી રહ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આગ ત્યારે લાગી ત્યારે આરતી થઈ રહી હતી. એને કારણે હોબાળો મચી ગયો હતો. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડવા લાગ્યા. લોકોની ભારે ભીડને કારણે લોકો બહાર આવે એ પહેલાં જ આગની ઝપેટમાં આવી ગયા હતા. આસપાસના લોકોએ જેમ તેમ કરીને લોકોને બહાર કાઢ્યા. એક પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું હતું કે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. ત્યાર પછી એ આખા પંડાલમાં ફેલાઈ ગઈ હતી. દુર્ગા પૂજા માટેના મંજૂરી લેવામાં આવી હતી.

જોકે ફાયર વિભાગની ફાયરબ્રિગેડ પરિસરની આસપાસ ઊભી ન હતી, તેથી બચાવની પ્રથમ 20 મિનિટ સુધી પંડાલ પર પાણી રેડી શકાયું નહોતું. ત્યારપછી ફાયરફાયટર આવી પહોંચ્યા હતા. 2 કલાકની મહેનત બાદમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ દરમિયાન ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વારાણસીના ADG રામ કુમારે ઘટનાની તપાસ માટે 4 સભ્યોની SITની રચના કરી હતી. આ ટીમમાં ભદોહીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (નાણા અને મહેસૂલ), અધિક પોલીસ અધીક્ષક, XEN હાઈલ અને ફાયર સેફ્ટી ઓફિસરનો સમાવેશ થાય છે. આ તપાસ ટીમ 4 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે. ડીએમ ગૌરાંગ રાઠીએ જણાવ્યું હતું કે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની આશંકા છે.

Next Story