જમ્મુ કશ્મીરમાં 6 સરકારી કર્મચારી સસ્પેન્ડ, આતંકીઓને મદદ કરવાનો આરોપ

જમ્મુ-કાશ્મીર પ્રશાસને 6 સરકારી કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સસ્પેન્ડ કર્યા છે. જેમાં 5 પોલીસકર્મી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે

જમ્મુ કશ્મીર
New Update

જમ્મુ-કાશ્મીર પ્રશાસને 6 સરકારી કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ સસ્પેન્ડ કર્યા છે. જેમાં 5 પોલીસકર્મી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. આ તમામ લોકો ડ્રગ્સનો વેપાર અને ટેરર ​​ફંડિંગમાં સામેલ હતા.

એલજી મનોજ સિંહાના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્રે આ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટે ભારતના બંધારણની કલમ 311 (2) (c) નો ઉપયોગ કર્યો હતો. એલજીએ કહ્યું કે આ તમામ પાકિસ્તાનની ISI અને તેની સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનોના નાર્કો-ટેરર નેટવર્કનો ભાગ હતા.સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં હેડ કોન્સ્ટેબલ ફારૂક અહેમદ શેખ, સિલેક્શન ગ્રેડના કોન્સ્ટેબલ સૈફ દિન, ખાલિદ હુસૈન શાહ, ઇર્શાદ અહેમદ ચાલકુ, કોન્સ્ટેબલ રહેમત શાહ અને શિક્ષક નજમ દિનનો સમાવેશ થાય છે.

#જમ્મુ-કાશ્મીર
Here are a few more articles:
Read the Next Article