Connect Gujarat
દેશ

ગોગામેડી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નીકળ્યો આર્મી મેન….

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.

ગોગામેડી હત્યા કેસમાં થયો મોટો ખુલાસો, કરણી સેના અધ્યક્ષ પર ફાયરિંગ કરનાર નીકળ્યો આર્મી મેન….
X

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પાડોસી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે. એક શૂટર જવાન નીતિન મહેન્દ્રગઢના ડૌંગડા જાટનો રહેવાસી છે. નીતિન હાલમાં આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે અને તે અલવરમાં પોસ્ટિંગ પર છે. જોકે આ સમગ્ર મામલે પોલીસ કંઈપણ કહેવાનો ઈન્કાર કરી રહી છે. રાજસ્થાનમાં થયેલા ગોગામેડી હત્યાકાંડમાં પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. જે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. બીજી તરફ જવાન નીતિન હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે. મહેન્દ્રગઢના ડૌંગડા જાટ ગામનો રહેવાસી જવાન નીતિન અલવરમાં 19 જાટ રેજિમેન્ટમાં તૈનાત હતો. વર્ષ 2019માં ભારતીય સેનામાં ભરતી થયો હતો. તેમણે 8 નવેમ્બરના રોજ બે દિવસની રજા લીધી હતી અને તે પછી તે પોતાની ડ્યૂટી પર પરત ફર્યો જ નહી.

આ મામલે નીતિનના પિતાએ જણાવ્યું કે, મારો પુત્ર 9 નવેમ્બરના રોજ 11 વાગ્યે ઘરેથી મહેન્દ્રગઢ ગાડી રિપેર કરાવવા માટે ગયો હતો ત્યારબાદથી મારો તેની સાથે કોઈ સંપર્ક નથી થયો. આ હત્યારાઓ લગ્નનું કાર્ડ આપવાના બહાને ગોગામેડીના ઘરમા ઘુસ્યા હતા. કપડાના વેપારી નવીન શેખાવત પોતાની ફોઈના પુત્રના લગ્નનું કાર્ડ આપવા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે આવ્યા હતા. આ દરમિયાન નવીન પોતાની સાથે રોહિત રાઠોડ અને નીતિન ફૌજીને પણ લાવ્યો હતો. નવીને ત્રણ દિવસ પહેલા 5000 રૂપિયા પ્રતિ દિવસના ભાવે SUV કાર ભાડે લીધી હતી.

Next Story