ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો લગાવ્યો આરોપ !

Featured | દેશ | સમાચાર, ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ મામલે FIR નોંધવામાં આવી

New Update
RApe 1

ભારતીય વાયુસેનાની મહિલા ફ્લાઈંગ ઓફિસરે વિંગ કમાન્ડર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના બડગામમાં આ મામલે FIR નોંધવામાં આવી છે. બંને અધિકારીઓ શ્રીનગરમાં જ તૈનાત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરફોર્સે જણાવ્યું કે બડગામના પોલીસ સ્ટેશને અમારો સંપર્ક કર્યો. અમે આ કેસમાં અધિકારીઓને સહકાર આપી રહ્યા છીએ. અમે આ કેસથી વાકેફ છીએ.

NDTVના અહેવાલ મુજબ, FIRમાં મહિલા અધિકારીએ કહ્યું કે તે છેલ્લા બે વર્ષથી વિંગ કમાન્ડરના હાથે ઉત્પીડન, સેક્સ્યુઅલ અસોલ્ટ અને માનસિક ત્રાસનો સામનો કરી રહી છે. 31 ડિસેમ્બર, 2023ના રોજ ઓફિસર મેસમાં યોજાયેલી ન્યૂ યર પાર્ટીમાં ગિફ્ટ આપવાના બહાને વિંગ કમાન્ડર તેને પોતાના રૂમમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે રેપ કર્યો.
Read the Next Article

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વાની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા, 4 ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા છે. આ ઘટના શુક્રવારે બની હતી. અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં

New Update
PAKISTAN

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત નદીમાં એક જ પરિવારના 18 લોકો ડૂબી ગયા છે. આ ઘટના શુક્રવારે બની હતી.

અહીં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં એક જ પરિવારના ઓછામાં ઓછા 18 લોકો ડૂબી ગયા હતા, જેમાંથી ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે. બચાવ કામગીરી અધિકારીઓએ આ માહિતી આપી હતી.

'રેસ્ક્યૂ-1122' ના ડિરેક્ટર જનરલ શાહ ફહાદને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "પાંચ અલગ અલગ સ્થળોએ બચાવ કામગીરી ચાલી રહી છે અને 'રેસ્ક્યૂ 1122' ના 80 કર્મચારીઓ આ કામગીરીમાં સામેલ છે." પ્રારંભિક માહિતી અનુસાર, આ પરિવાર પ્રવાસીઓના એક જૂથનો ભાગ હતો જે આ વિસ્તારની મુલાકાત લેવા આવ્યા હતા અને ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધી જતાં નદીમાં ફસાઈ ગયા હતા. સ્વાત નદી અહીં પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તરીય ક્ષેત્રમાં વહે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય ગુમ થયેલા લોકોને શોધવા માટે મોટા પાયે શોધખોળ કામગીરી હજુ પણ ચાલુ છે.

Latest Stories