મુરાદાબાદથી દિલ્હી જઈ રહેલી માલગાડી પાટા પરથી ઉતરી

ઉત્તર પ્રદેશના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ અકસ્માત બાદ હવે શનિવારે અમરોહામાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે આ એક્સિડન્ટ માલગાડીને થયો

New Update
મુરાદાબાદ

ઉત્તર પ્રદેશના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ અકસ્માત બાદ હવે શનિવારે અમરોહામાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે આ એક્સિડન્ટ માલગાડીને થયો છે. 

મુરાદાબાદથી દિલ્હી જઈ રહેલી માલગાડી અમરોહા રેલવે સ્ટેશન પાસે પલટી ગઈ અને 10 ડબ્બાં પાટા પરથી ખડી પડ્યાં હતા જેમાંથી બે ડબ્બામાં કેમિકલ ભર્યાં હોવાથી જોરદાર વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘણી ટ્રેનોના સંચાલનને અસર થઈ હતી. માલગાડી પલટી જવાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે અપ લાઇન પર આગળ વધી રહી હતી, જ્યારે અચાનક તે ડાઉન લાઇન પર પલટી ગઈ.

માલગાડી દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ એક્સિડન્ટ બાદ આવનારી અને જનારી ગાડીઓ પર અસર પડી હતી. દિલ્હી-લખનૌ રેલ્વે ટ્રેક થંભી ગયો હતો. ઘણી ટ્રેનોને રૂટ પર રોકી દેવામાં આવી છે.

Latest Stories