મધ્યપ્રદેશ : હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 6 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ...

હરદા જિલ્લો સવારે ગનપાઉડર વિસ્ફોટથી હચમચી ગયો હતો. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

New Update
મધ્યપ્રદેશ : હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 6 લોકોના મોત, 50થી વધુ લોકો ઘાયલ...

મધ્યપ્રદેશનો હરદા જિલ્લો સવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી હચમચી ગયો હતો. હરદામાં ફટાકડાના કારખાનામાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકોના મોત, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશનો હરદા જિલ્લો સવારે ગનપાઉડર વિસ્ફોટથી હચમચી ગયો હતો. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6 લોકોના મોત, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

આગની જ્વાળાઓ અને ધુમાડાના વાદળોએ લોકોને આતંકથી ભરી દીધો. આ અકસ્માતમાં અનેક લોકોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ આ ફેક્ટરીમાં 500થી 700 લોકો કામ કરતા હતા. ઘટનાની માહિતી મળતા જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભોપાલની જેપી હોસ્પિટલમાં 6 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. સારવાર માટે તબીબો પણ પહોંચ્યા છે. હરદામાં ફટાકડાના કારખાનામાં લાગેલી ભીષણ આગમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયું છે, ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ ઘટના બાદ ફટાકડાની ફેક્ટરી સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી અને નજીકના ઘરોમાં તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. આગને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સમયે ફટાકડાની ફેક્ટરીમાં લગભગ 500 લોકો હાજર હતા. ઘાયલો અને મૃતકોને એમ્બ્યુલન્સ સહિત પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વાહનોની મદદથી સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ફટાકડાની ફેક્ટરીની લગભગ 1 કિલોમીટરની ત્રિજ્યામાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Latest Stories