જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પ્રખ્યાત માર્તંડ સૂર્ય મંદિરની અંદર રામ મંદિરમાં કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ કળશ અયોધ્યાથી મોકલવામાં આવ્યો હતો, જેને રવિવારે મંદિરમાં ધાર્મિક વિધિ અને ભજન-કીર્તન સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો.કળશ સ્થાપના ઉત્સવમાં ભાગ લેવા માટે માત્ર કાશ્મીરી પંડિતો જ નહીં પરંતુ દેશના ઘણા ભાગોમાંથી ભક્તો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિરની અંદર કલશ રાખવામાં આવ્યો હતો. ત્યાં હાજર લોકોએ દેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી.22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અહીંથી દેશના પસંદગીના રામ મંદિરોમાં કળશ મોકલવામાં આવ્યો છે. માર્તંડ સૂર્ય મંદિર પણ તેમાંથી એક છે. અનંતનાગમાં એક બીજું માર્તંડ મંદિર છે, જે 1700 વર્ષ જૂનું છે, જો કે હવે તેના માત્ર અવશેષ જ બાકી છે. જેમ બાબરે મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. એ જ રીતે, 7મી-8મી સદીમાં મુઘલો દ્વારા તોડવામાં આવ્યું હતું. અગાઉ આ મંદિર ખૂબ સમૃદ્ધ હતું અને સૂર્ય ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર હતું.