લોકસભા ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપ્યું રાજીનામું

New Update
લોકસભા ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, AAPના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીએ રાજીનામું આપ્યું છે. તેમણે તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ ધરી આપને બાય બાય કર્યુ છે. ભેમાભાઈ આપમાંથી 2022માં દિયોદર બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડ્યા હતા. તેમણે પાર્ટી પ્રમુખ અને પાર્ટીના પ્રભારીને રાજીનામું મોકલી આપ્યું છે. લોકસભા ચૂંટણીના ભણકારા વચ્ચે બનાસકાંઠા આપનો મોટો ચહેરો ગણાતા ભેમાભાઈના રાજીનામાંથી જિલ્લામાં રાજકીય હડકંપ મચ્યો છે.

શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ કોંગ્રેસમાં ભરતી મેળો શરુ થયો છે. ખેડા, આણંદ, અને અમદાવાદ જિલ્લાના આપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. જિલ્લા પ્રમુખથી લઇને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા હતા. 20થી વધુ આપના નેતા અને સામાજિક અગ્રણી કોંગ્રેસમાં જોડાતા લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હકા.

Latest Stories