મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સાત લોકોના મોત

New Update
મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સાત લોકોના મોત

મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. MG રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ લાગતાં સાત લોકોના મોત થયા છે. આગમાં અત્યાર સુધીમાં 39 લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 31 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. દસથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

આગ ગઇકાલે રાત્રે લગભગ 3 વાગ્યાની આસપાસ ફાટી નીકળી હતી. લગભગ દસથી બાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને 31 લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા જ્યારે 39 ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કૂલિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

Latest Stories