ચૂંટણી પંચે 16 ઓગસ્ટે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પછી, શનિવારે (17 ઓગસ્ટ) દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક યોજાય હતી.
જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા.એવી ચર્ચા છે કે ભાજપ આ વખતે 25-40 વયજૂથના યુવાનોને મેદાનમાં ઉતારશે જેઓ કોઈ રાજકીય પરિવારો સાથે સંકળાયેલા નથી. પાર્ટી સંભવિત ઉમેદવારોની પસંદગી અંગે વિધાનસભા અનુસાર પ્રભારીઓની નિમણૂક કરવા વિચારી રહી છે.પાર્ટીના અનુભવી નેતાને વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પેનલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવશે. તેમનું કામ સંબંધિત વિધાનસભાના બે-ત્રણ યુવા ઉમેદવારોની યાદી તૈયાર કરવાનું રહેશે જેઓ રાજકીય વારસા સાથે સંકળાયેલા નથી.